home share

કીર્તન મુક્તાવલી

(૧) આવો મારા મીઠડા બોલા માવ

સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

તા. ૨૫/૪/૧૯૮૭ની સવારે અલ્પાહાર લઈ રહેલા પ્રમુખસ્વામીનાં દર્શન માટે બેસવા સારુ દર્શનાર્થીઓ દ્વારા પડાપડી જેવું થઈ રહ્યું. આ ગેરવર્તન ખૂંચતાં સ્વામીશ્રીએ સૌને શિસ્તની શીખ આપી. તે સમયે સહેજ ઊંચો થયેલો તેઓનો સૂર કુરાજીપાનો પડઘો પાડી રહ્યો. તેથી કેટલાક સંતો-પાર્ષદોએ પંક્તિ ગાઈ કે: ‘જેમ રાજી રહો તેમ કરું હરિ, ન જોઉં ન્યાય-અન્યાય...’ પરંતુ તે સાંભળી વિશેષ પ્રેરણા પીરસતાં સ્વામીશ્રી કહેવા લાગ્યા:

“આ કડી બોલવામાં સારી લાગે છે, પણ જ્યારે વ્યક્તિગત કહેવામાં આવે ત્યારે બધાને માઠું લાગે. આ તો સમૂહમાં કહ્યું એટલે બહુ લાગ્યું નહીં. કોણ કોના માથે લે? પણ જો વ્યક્તિગત કહીએ તો કહે, ‘આમાં ન્યાય ક્યાં છે?’ પણ કહ્યું એટલે માથે ગ્રહણ કરી જ લેવાનું. આ તો કહીએ ત્યારે લાગે, ‘ઠીક છે! સ્વામીને કો’કે કહ્યું હશે એટલે કહ્યું. સ્વામીએ વિચારપૂર્વક ન કહ્યું.’ પણ એક જ વસ્તુ – ‘કહેનાર કોણ છે?’ એ સામું ધ્યાન રાખવું અને માથે ચઢાવવું, તો શાંતિ રહે.

“પોતા નીચે પાણી આવે ત્યારે પ્રશ્ન ન થવો જોઈએ. તે ઘડીએ આ કડી ગાવી. પ્રેમાનંદ સ્વામી એ રીતે વર્યા છે. જ્યારે-જ્યારે જે-જે આજ્ઞા થઈ, ગમે તે કામ માટે જવાનું થયું પણ મન મારીનેય ઊભા થઈ ગયા. આ તો આપણી મનની ધારેલી વસ્તુમાં ફેર થાય ત્યારે મરવા જેવું લાગે અને તુક્કા નીકળે, અભાવ-અવગુણ નીકળવા લાગે, વસમું લાગે. તે ઘડીએ ‘જે કહ્યું એ સારા માટે છે’ એ સમજવું. છેલ્લાનું ૧૧મું વચનામૃત આપણા માટે બહુ જરૂરી છે. જેના થકી કલ્યાણ છે એ આપણને કહેનાર છે, પછી વાંધો ન આવવો જોઈએ. પછી ‘મારી ભૂલ શું હતી?’ એ ન થાય. ‘વાંક ન હોય તોય કહ્યું’ એવું મનમાં ન થાય. સત્પુરુષનો અભાવ ન આવે. કોઈને અભાવ નાંખે નહીં. સારધાર પાર ઊતરી જાય.”

અલ્પાહાર અટકાવીને પણ સ્વામીશ્રીએ સાધનાનો નિર્વિઘ્ન માર્ગ કંડારી આપ્યો.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬/૬૧]

(1) Āvo mārā mīṭhḍā bolā māv

Sadguru Premanand Swami

April 25, 1987. In the morning during breakfast, there was some push and shove among the devotees wanting to have the darshan of Pramukh Swami Maharaj. Bothered by the lack of discipline, Swamishri imparted words of discipline. He raised his voice in a way that showed he was upset. Therefore, some sadhus and pārshads started singing the line ‘Jem rāji raho tem karu Hari, na jou nyāy-anyāy...’. (I will do as it pleases you, without looking at whether it is just or not.) However, Swamishri switched his message to explain the lines of the kirtan:

“This line seems nice to sing, but when it is applied personally, one will not like it. It was sung in public, so it doesn’t mean much. Who applies it to themselves? If we actually tell someone personally, one will say, ‘Where is the justice in this?’ But when the Satpurush tells you, one should take it upon themselves. However, in general when we tell someone, they take it as: ‘It’s all good. Someone must have told Swami so he is telling me. Swami really didn’t think about it before telling me.’ But we should keep only one thing in mind: Who is telling us. With that thought, one should take it upon their shoulder. Only then one will be at peace.

“When the water comes under one’s feet, one should not have doubts. One should sing this line at that moment. Premanand Swami behaved in this manner. Whenever and whatever command he was given, he fought with his mind, stood up ready, and did exactly as told. But for us, if we are given a command that is against what we have in mind, one feels as if they will die and one starts to find faults - that is how difficult it becomes. But one should understand that whatever command we were given was for our own benefit. Understanding Vachanamrut Gadhada III-11 is absolutely necessary for us. One who is going to liberate us is the one who is telling us, so one should not have a problem with that. Then, one will not question: What was my fault? One will not feel: Why did he tell me even though there is no fault of mine? One will not find a fault in the Satpurush. One will not blame anyone else either. He passes all the tests.”

Swamishri stopped his breakfast to show the path of spiritual endeavor.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6/61]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase